અંબાલાલની એકદમ તાજી આગાહી અમદાવાદમાં મેઘરાજાની તોફાની બેટિંગ શરૂ આ જિલ્લાઓને અપાઈ ગઈ એલર્ટ
મેઘરાજાની તોફાની બેટિંગ માટે થઈ જાવ તૈયાર, અંબાલાલ પટેલની નવી નકોર આગાહી જાણો ગુજરાતમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે અને હાલમાં અલગ અલગ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે તો અરજ સાગરના પેજના કારણે પવન સાથે વરસાદ પણ ચાલુ થઈ ગયો છે 21 22 જૂન પછી બંગાળની ખાડીમાં લોકેશન ના કારણે અરબ સાગરમાં વરસાદની શરૂઆત થઈ જશે અને ગુજરાતમાં ચોમાસુ આગ્રહ નક્ષત્રમાં 21 જૂનથી ચાલુ થઈ જશે કારણ કે 21 જૂન પછી ખેડૂત અને વાવણી કરવા માટે સૌથી સારો વરસાદ ગણવામાં આવે છે
રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે અમદાવાદ, ગાંધીનગર, પંચમહાલ, મહેસાણા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, વલસાડ, તાપી, દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. આણંદ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, ખેડા, બોટાદ, અમરેલી, ભાવનગર સહિતના વિસ્તારોમાં હળવા ઝાપટાની શક્યતા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 72 તાલુકામાં વરસાદ ખાબક્યો હતો, જેમાં સૌથી વધુ વરસાદ તાપીમાં પોણા ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો.
દક્ષિણ ગુજરાતમાં આહવા, ડાંગ, વલસાડ, સુરત, નવસારી ધોધમાર વરસાદ થઈ શકે છે. તો સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ઓખા, પોરબંદરમાં વરસાદ આવી શકે છે. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં હળવો વરસાદ આવી શકે છે. પૂર્વ ગુજરાતના પંચમહાલના ભાગોમાં વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગે અગાઉ સાત દિવસ સુધી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરી હતી, જેમાં આજે (10 જૂન)એ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે, સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદ પડવાની સંભાવના રહેલી છે. આગામી 48 કલાકમાં ગાજવીજ સાથે દક્ષિણ ગુજરાતમાં ચોમાસું દસ્તક દેશે, જેને પગલે આ વર્ષે ભીમ અગિયારસે વાવણીનું મુહૂર્ત સચવાય એવી શક્યતા છે.
જાફરાબાદ તાલુકાના ખાલસા કંથારીયા ગામમાં ખેડૂતે પશુ માટે રાખેલી નીરણવાળા મકાનમાં વીજળી પડતા આગ લાગતાં ગ્રામજનોમાં દોડધામ મચી હતી. ગ્રામજનોએ રાજુલા નગરપાલિકાને જાણ કરતા ફાયર ટીમ પહોંચી આગ ઉપર કાબુ છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી.ગુજરાતમાં 24 કલાકમાં 42 તાલુકામાં વરસાદ પડ્યો છે અને હાલમાં તાપીમાં ડોલવણ તાલુકામાં ચાર ઇંચ જેવું વરસાદ પડ્યો છે વાલોડમાં 3:30 ઇંચ વરસાદ છે અને ધરમપુર વરસાદ પડ્યો છે ગુજરાતમાં ચોમાસાના આગમનમાં થોડો વિલંબ થઈ શકે છે.
હાલમાં ગુજરાતમાં ચોમાસાની ગતિવિધિ મંદ છે. 9 થી 12 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત (આહવા, ડાંગ, વલસાડ, સુરત, નવસારી) અને સૌરાષ્ટ્ર (ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ઓખા, પોરબંદર) ના કેટલાક ભાગોમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના કેટલાક ભાગોમાં હળવો વરસાદ થઈ શકે છે. 21 જૂન પછી, ડીપ ડિપ્રેશન અને લો પ્રેશર સિસ્ટમના સંયુક્ત અસરથી ગુજરાતમાં ચોમાસું વધુ સક્રિય બનશે અને 21 જૂન પછી આદ્રા નક્ષત્રમાં રાજ્યમાં સારો વરસાદ થવાની શક્યતા છે.
15 જૂનના વરસાદના મેપ પ્રમાણે, નવસારી ,વલસાડ ,દમણ ,દાદરા નગર ,હવેલી ,અમરેલી ,ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે.16 જૂનના વરસાદના મેપ પ્રમાણે, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી, ગીર સોમનાથમાં વરસાદની છૂટાછવાયા સ્થળો પર ગાજવીજ સાથે વરસાદની આગાહી છે.